
પરિવારમાં, સ્નેહીજનો, મિત્રો અન્યથા કોઈ પણ વ્યક્તિનું અવસાન થતા લોકો શોકમાં ડૂબી જાય છે. આવા સમયે લોકો તેમના દિવ્ય આત્માને શાંતિ આપવા માટે શ્રદ્ધાંજલિ મેસેજ પાઠવતા હોય છે.
શ્રદ્ધાંજલિ દ્વારા અપને મૃત વ્યક્તિ પ્રત્યેની લાગણી દર્શાવી શકીયે છીએ. તથા પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવે છે. તેઓના પરિવારને આવા સમયે શ્રદ્ધાંજલિ દ્વારા તમે સહાનુભૂતિ પણ ફાળવી શકો છો.
પોતાના હૃદયમાં રહેલી લાગણીઓને શ્રદ્ધાંજલિ શબ્દો દ્વારા પ્રગટ કરી શકાય છે. આપણા ભારતીય સંસ્કારો અનુસાર મૃત્યુ પછી આત્માને મોક્ષ મળે તે માટે શ્રદ્ધાંજલિ દ્વારા પ્રાર્થના કરવામાં આવતી હોય છે.
70+ ઓમ શાંતિ (RIP) શ્રદ્ધાંજલિ મેસેજ
શ્રદ્ધાંજલિને તમે વૉટ્સએપ સ્ટેટ્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટ્ટર પર લગાવી અથવા છાપામાં પણ છપાવી શકો છો. આવા જ હૃદયસ્પર્શી અને ભાવુક કરી દે તેવા 50 થી પણ વધુ ૐ શાંતિ ગુજરાતી શ્રદ્ધાંજલિ મેસેજની યાદી અહીં દર્શાવી છે.
| ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ. |
| આપની યાદો હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશે. દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ, ઓમ શાંતિ. |
| જીવન ક્ષણભંગુર છે, પરંતુ સારા કાર્યો અને યાદો અમર રહે છે. દિવંગત આત્માને શાંતિ મળે, ઓમ શાંતિ. |
| આ કપરા સમયમાં ઈશ્વર પરિવારને હિંમત અને ધૈર્ય આપે. દિવંગત આત્માને વિનમ્ર શ્રદ્ધાંજલિ, ઓમ શાંતિ. |
| આપનું સ્મિત અને સ્નેહ ક્યારેય ભૂલી શકાશે નહીં. ઈશ્વર આપની આત્માને શાશ્વત શાંતિ આપે, ઓમ શાંતિ. |
| દિવંગત આત્માની પવિત્ર સ્મૃતિને હૃદયપૂર્વક નમન. પરિવાર પ્રત્યે અમારી હાર્દિક સંવેદના, ઓમ શાંતિ. |
| દુઃખની આ ઘડીમાં અમે પરિવાર સાથે છીએ. ભગવાન દિવંગત આત્માને મોક્ષ અને શાંતિ પ્રદાન કરે, ઓમ શાંતિ. |
| આપનું જીવન સૌ માટે પ્રેરણારૂપ રહ્યું છે. આપની પવિત્ર આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ, ઓમ શાંતિ. |
| સમય પસાર થઈ જશે, પરંતુ આપની યાદો ક્યારેય મિટશે નહીં. દિવંગત આત્માને ચિર શાંતિ મળે, ઓમ શાંતિ. |
| ઈશ્વર દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ, ઓમ શાંતિ. |
(1) Om Shanti Message in Gujarati
જીવન અને મૃત્યુ એ પ્રકૃતિના અટલ નિયમો છે. જયારે કોઈ પ્રિય વ્યક્તિ આપણને છોડીને બીજી દુનિયામાં જતી રહે ત્યારે તેમને યાદ અને સન્માન આપવાની ફરજ આપણી હોય છે. આવી સ્થિતિમાં તમે નીચે દર્શાવેલા શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતીમાં પાઠવી શકો છો.

આપના અવસાનથી અમે બધા દુઃખી છીએ
આપનું જીવન પ્રેરણાદાયક હતું
અને આપની યાદો હંમેશા અમારા હૃદયમાં રહેશે
ઈશ્વર આપની આત્માને શાંતિ આપે
આજે આપણે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે
આપનો પ્રેમ, માર્ગદર્શન અને આશીર્વાદ હંમેશા અમારી સાથે રહેશે
આપના આદર્શો અને શિક્ષાઓ આવતી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે
આપની આત્માને મોક્ષ મળે
તમારી હાસ્મુખ છબી અને પ્રેમાળ સ્વભાવ હંમેશા યાદ રહેશે
ભગવાન તમારી આત્માને વૈકુંઠમાં સ્થાન આપે
ઓમ શાંતિ શાંતિ શાંતિ
અમારી પ્રિય માતાજીનું અવસાન એક અપાર ખોટ છે
તેમનો અંતહીન પ્રેમ, સંસ્કાર અને આશીર્વાદ અમારા જીવનની અમૂલ્ય સંપત્તિ છે
માતાના રૂપમાં મળેલા આ દેવદૂતને ઈશ્વર શાંતિ આપે.
આદરણીય પિતાજીના અવસાનથી અમારું કુટુંબ અનાથ થઈ ગયું છે
તેમનો સાથ, માર્ગદર્શન અને પ્રેમ અમારા જીવનનો આધાર હતો
તેમની આત્માને મોક્ષ મળે અને તેમની યાદો અમારા દિલમાં હંમેશા જીવંત રહે.
અમારા પ્રેમાળ દાદાજી/દાદીમાના અવસાનથી અમે એક યુગનો અંત અનુભવી રહ્યા છીએ.
તેમની પાસેથી મળેલા સંસ્કાર, પ્રેમ અને આશીર્વાદ અમારા જીવનની અમૂલ્ય ધરોહર છે.
બાળપણથી લઈને આજ સુધીની અમારી મિત્રતા અવિસ્મરણીય છે
તમારા સાથે વિતાવેલા ક્ષણો મારા હૃદયમાં હંમેશા જીવંત રહેશે
તમારી મિત્રતા મારા જીવનની સૌથી મોટી ભેટ હતી.
કાર્યક્ષેત્રમાં તમારો સાથ અને સહયોગ અવિસ્મરણીય છે
તમારા સકારાત્મક વલણ અને ટીમવર્કથી આખું વાતાવરણ ખુશીથી ભરાઈ જતું હતું
તમારી યાદો અમારા દિલમાં હંમેશા રહેશે.
આદરણીય ગુરુજીના અવસાનથી શિક્ષણ જગત અને અમે બધા વિદ્યાર્થીઓએ એક મહાન માર્ગદર્શક ગુમાવ્યા છે.
તમારી શિક્ષા અને સંસ્કારો અમારા જીવનમાં હંમેશા રહેશે.
ઈશ્વર તમારી આત્માને શાંતિ આપે અને મોક્ષ આપે.
તમારા પરિવારજનોને આ દુઃખની ઘડીમાં ધીરજ અને શક્તિ આપે.
(2) 2 Line Short Status Shradhanjali
અત્યારના સમયમાં લોકો એવી શ્રદ્ધાંજલિ આપવાનું વધારે પસંદ કરતા હોય છે કે જે ટૂંકી હોવા છત્તા પણ ભાવ ભરેલી હોય. તેથી બે લાઈનની શોર્ટ સ્ટેટસ શ્રદ્ધાંજલિને દર્શાવી છે. જેને સોશ્યિલ મીડિયા પર પણ શેર કરી શકો છો.

🙏 દુઃખની આ ઘડીમાં આપની સાથે છીએ
ઈશ્વર આત્માને શાંતિ આપે
🕉️ તેમની યાદો હંમેશા જીવંત રહેશે
। ઓમ શાંતિ।
આજે આકાશમાં એક નવો તારો ચમક્યો છે ⭐
તમારી યાદો અમારા દિલમાં હંમેશા રહેશે 💙
ઓમશાંતિ
આ અકાળ વિદાય ખરેખર હૃદયવિદારક છે.
ઈશ્વરની લીલામાં આપણે માનીએ છીએ. તેમની આત્માને શાંતિ મળે.
લાંબા સંઘર્ષ પછી તેમને આરામ મળ્યો છે.
તેમની હિંમત અને ધીરજ અમારા માટે પ્રેરણા છે.
એક સંપૂર્ણ જીવન જીવીને તેઓ ઈશ્વર પાસે પહોંચ્યા છે.
તેમના આશીર્વાદ અમારી સાથે છે.
જીવન તો ક્ષણભંગુર છે, પરંતુ યાદો ક્યારેય મટતી નથી
… તમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ…
તમારા વિના જીવન ખાલી લાગશે,
પરંતુ આપની સંસ્કારરૂપી યાદો હંમેશા અમારું માર્ગદર્શન કરશે
આજે તો તમે અમારી વચ્ચે નહી છો,
પણ તમારી મધુર સ્મૃતિઓ હંમેશાં હૃદયમાં વસેલી રહેશે
।ઓમ શાંતિ।
એક સારા માણસે જગત છોડી દીધું,
પણ તેમનું પુણ્યકર્મ હંમેશા જીવંત રહેશે
।ભાવભીની શ્રદ્ધાંજલિ।
(3) Shradhanjali Quotes In Gujarati
મૃત્યુ થતા તેમના સુંવાળા, બેસણા, પુણ્યતિથિ જેવા દિવસોમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હોય છે. પોતાના નજીકના સ્નેહીજનોને અહીં દર્શાવેલા ભાવ પૂર્ણ શબ્દો દ્વારા તમે પુરા હૃદયથી તેમની આત્માના મોક્ષ માટે પ્રાર્થના કરી શકો છો.

સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,
વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી.
સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર
તારી નાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ
મન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથી
પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
અમોને ઋણી બનાવી,
મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
પરિવાર જેનું મંદિર હતું,
સ્નેહ જેની શક્તિ હતી.
પરિશ્રમ જેનો કર્તવ્ય હતો,
પરમાર્થ જેની ભક્તિ હતી.
એવા આત્માને ઇશ્વર શાંતિ પ્રદાન કરે… 💐
હું જે અનુભવી રહ્યો છું, તે શબ્દોનું વર્ણન થઈ શકતું નથી,
મારી પ્રાર્થના તમારા અને તમારા પરિવારની સાથે છે.
🌹 ઇશ્વર તમારા પવિત્ર આત્માને શાંતિ અર્પે🌹
યાદ આવે છે એ પ્રેમ જે તેમની દરેક
ફટકાર પાછળ છૂપાયેલો રહેતો હતો,
યાદ આવે છે એ દરેક ક્ષણ જે
તેમની સાથે વિતાવી હતી.
પ્રભુ તમને મોક્ષ પ્રદાન કરે.
એ હસતા ચહેરાએ ન કોઈનું દિલ દુખાવ્યું
મનની સરળતાથી સૌને પ્રેમ ચૂકાવ્યું.
ઉડી ગયા અચાનક પ્રાણ, ફરી જન્મ લો એ જ પ્રાર્થના.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને ચિર શાંતિ અને મોક્ષગતિ પ્રદાન કરે અને અશ્રરધામ મા વાસ કરાવે અનેક આપના પરીવાર પર આવી પડેલા આવા અણધાયાઁ દુઃખ ને સહન કરવાની પ્રભુ શક્તિ આપે.
જીવન એવું જીવી ગયા કે સહુને યાદ અપાવી ગયા
પ્રભુ તેઓને સ્વર્ગમાં સ્થાન આપે તેવી પ્રાર્થના ૐ
ભલે તેઓ આપણી વચ્ચે નથી પણ તેમની
લાગણીની ભીનાશ હમેશા આપણી વચ્ચે રહેશે
તેઓ જે પણ દુનિયામાં હોય ખુશ રહે.
(4) Shok Sandesh In Gujarati
સગા વ્હાલાઓના અવસાનના કારણે આખા કુટુંબ તથા તેઓના મિત્રોમાં શોકનો માહોલ ઉભો થઇ જતો હોય છે. તેમના આત્માની શાંતિ માટે તથા પરિવારની સહાનુભૂતિ માટે અહીં દર્શાવેલા શોક સંદેશનો ઉપયોગ કરી શકો છો.

અમે ખૂબ દુઃખી હ્રદયથી જાણ કરીએ છીએ કે (મૃતકનું નામ) હવે આપણા વચ્ચે નથી.
તેમનું આકસ્મિક અવસાન અમારે માટે એક અમિત ક્ષતિ છે.
તેમના આધ્યાત્મિક જીવન અને સાદગીભર્યા સ્વભાવને અમે ક્યારેય ભૂલી શકીશું નહીં.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
આપણા અંતઃકરણમાંથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
(મૃતકનું નામ) ના અવસાનથી અમે ખૂબ શોકગ્રસ્ત છીએ.
તેમનો પ્રેમ અને માર્ગદર્શન હમેશાં અમારી સાથે રહેશે.
ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
ઓમ શાંતિ 🙏
તેમના સ્નેહભર્યા સ્મરણો હંમેશાં જીવંત રહેશે.
એમને અંતરાત્માથી શ્રદ્ધાંજલિ.
ઓમ શાંતિ 🙏
તમે આપણા માટે માત્ર એક સભ્ય નહીં, પરંતુ એક માર્ગદર્શક હતા.
તમે બધાના દિલમાં હંમેશા જીવતા રહેશો.
શ્રદ્ધાંજલિ સહ ઓમ શાંતિ 🙏
આવી વ્યક્તિઓનું અવસાન સંપૂર્ણ પરિવાર માટે એક મોટા ખોટ સમાન છે.
એમને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ.
પ્રભુ આત્માને શાંતિ આપે 🙏
તમારું અંતિમ વિદાય દિલ તોડી નાખે છે, પણ તમારા સ્મરણો અમર રહેશે.
અહિંથી વધુ શું કહી શકીએ?
શ્રદ્ધાંજલિ 🙏 ઓમ શાંતિ
આ જીવન અનંત યાત્રાનું એક સ્તર છે.
(મૃતકનું નામ) ની યાદ હંમેશાં જીવંત રહેશે.
શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
ઓમ શાંતિ 🙏
આજનો દિવસ દુઃખદ છે.
અમે એક પ્રેમાળ અને સિદ્ધાંતવાદી વ્યક્તિ ગુમાવી છે.
ભગવાન આત્માને શાંતિ આપે અને પરિવારોને ધૈર્ય આપે.
શ્રદ્ધાંજલિ 🙏
જ્યાં સુધી યાદ રહેશે, ત્યાં સુધી તમે જીવશો.
તમે અમારા દિલમાં હંમેશાં રહેશો.
શ્રદ્ધાંજલિ સહ ઓમ શાંતિ 🙏
(5) Sradhanjali Line In Gujarati
શ્રદ્ધાંજલિ ફાળવવા માટે લોકો વિવિધ પ્રકારના સ્ટેટ્સ તથા લાઈન્સનો ઉપયોગ કરતા હોય છે. આમાં લાંબી, મધ્યમ તથા નાની લાઈન પણ મળી જતી હોય છે. અહીં નીચે આવી જ કેટલીક હૃદય સ્પર્શી શ્રદ્ધાંજલિ દર્શિત કરી છે.

આજીવન સંઘર્ષ કર્યા પણ ક્યારેય થાકી ગયા નહીં…
આજે તમે અમારી વચ્ચે નથી, પણ આપનું સ્મરણ હમેશા રહેશે.
ઓમ શાંતિ.
તમારું સ્નેહભર્યું હસતું મુખ અમે ક્યારેય ભૂલી શકીશું નહીં.
આપ અમારું દીપક હતા,
આજે એ દીવો બુઝાઈ ગયો.
આંખો ભીની છે, દિલ ભરેલું છે.
અવસાનો એક અંત છે શરીરના જીવનનો,
નહીં પ્રેમ અને યાદોનો.
તમે ગયાં છતાં આજે પણ જીવી રહ્યા છો અમારા મનમાં.
હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ.
એક સોનેરી યુગનો અંત આવ્યો…
તમારી ખાલી જગ્યા કોઈ પૂરી નથી કરી શકતું.
શ્રદ્ધાંજલિ સાથે આપણે યાદ કરીએ છીએ.
દરેક લ્હાવામાં તમારું નામ છે… તમારી સાથે વિતાવેલો દરેક ક્ષણ અમૂલ્ય છે.
તમને નમ્ર શ્રદ્ધાંજલિ.
જેમજ જાતે જીવ્યા, એ રીતે શીખવી ગયા… જીવન જીવવાની સાચી રીત.
તમે ગુમ થઈ ગયા, પણ મૂલ્યો છોડ્યા ગયા.
તમારા સ્મરણમાં શ્રદ્ધાંજલિ.
મોતે શરીર લઈ લીધું, લાગણી નહીં… યાદો નહીં… પ્રેમ નહીં…
શ્રદ્ધાંજલિ આપને, જ્યાં રહો ત્યાંથી આશીર્વાદ આપતા રહો.
આકાશની તારે સમાન તમે હવે પણ ઝળહળતા રહેશો…
હમેશા માટે અમારું ગર્વ અને આશીર્વાદ બનીને.
જીવનમાં જે પણ શીખ્યું, તમારા આશીર્વાદ અને માર્ગદર્શનથી. આજે એ માર્ગદર્શન ગુમ થયું છે…
માત્ર શારીરિક રૂપે… દિલથી તો તમે હમેશા અમારી સાથે છો.
તમારું નિવૃત્ત જીવન અમારું માર્ગદર્શક બન્યું.
આજે તમારું શાંત થવું અમારું અંતઃકરણ ભેળવી ગયું છે.
તમને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ.
હું શું કહું? શબ્દો ઓછા પડે છે. તમારું વ્હાલું સ્મિત અને પ્રેમાળ અવાજ હજી પણ સંભળાય છે.
તમને યાદ કરતો છું… ઓમ શાંતિ.
Om Shanti Message નો ઉપયોગ ક્યાં કરવો
જો તમે શ્રદ્ધાંજલિ આપવા માટે ઓમ શાંતિ સંદેશ નો ઉપયોગ કરવા ઈચ્છો છો, તો અમુક વિશેષ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
- આ પ્રકારના મેસેજ નો ઉપયોગ સોશિયલ એપ પર કરી શકો છો.
- છાપામાં મરણની જાહેરાત આપવા માટે પણ ઉપયોગી છે.
- બેસણા માટેનું બોર્ડ બનાવતા હોય તો તેમાં આ પ્રકારના લખાણ કામના છે.
- નામી વ્યક્તિની શ્રદ્ધાંજલિ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે.
(1) પરિવાર માટે સંદેશ
તમારા પોતાના પરિવારમાંથી કોઈ સદસ્ય નું દુઃખદ અવસાન થયું છે, તો આ મેસેજ ને ઉપયોગમાં લઇ શકાય છે. મેસેજ સાથે સ્વર્ગવાસ થયેલ વ્યક્તિનું નામ લખી દેવું. જેથી કરીને આપવા માંગતા શ્રદ્ધાંજલિ તેમના સુધી પહોંચી જાય.
(2) સગા સંબંધીઓમાં સંદેશ
તમારા સગા વહાલા માંથી કોઈનું મૃત્યુ થયું છે અને શ્રદ્ધાંજલિ આપવાની છે તો તેના માટે ઓમ શાંતિ મેસેજ સારા છે. જેના માટે માત્ર મૃત્યુ પામેલ વ્યક્તિનું નામ સંદેશમાં લખવાનું રહેશે.
(3) મિત્રો માટે સંદેશ
કોઈ પણ સાચા મિત્રના અવસાન થી સાચે માં દિલ ભરી આવે છે. આવી સ્થિતિમાં પોતાના ભાવ અને વિચારને વ્યક્ત કરવા માટે શ્રદ્ધાંજલિ મેસેજ નો સહારો લઇ શકાય છે. જેથી તમારે ભાવનાને લોકો સમક્ષ રજુ કરી શકો.
આશા કરુ છુ ઓમ શાંતિ (RIP) શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતીમાં સારી રીતે દર્શાવી શકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સાથે શેર કરવા વિનંતી.
