અવસાન નોંધ બેસણું કાર્ડ મેકર | Besnu Card Maker In Gujarati

અવસાન નોંધ બેસણું કાર્ડ મેકર | Besnu Card Maker In Gujarati

કોઈને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા અથવા બેસણાનું આમંત્રણ આપવા માટે અત્યારે ડિજિટલ કાર્ડની સુવિધા ઉપલબ્ધ છે. આની એપ્લિકેશનને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી સરળ રીતે ડાઉનલોડ કરી શકો છો. આજની પોસ્ટમાં તમને અવસાન નોંધ બેસણું કાર્ડ મેકરની પુરી જાણકારી મળશે.

આ એપ દ્વારા તમે અવસાન નોંધ, બેસણું કાર્ડ, વાર્ષિક પુણ્યતિથિ કાર્ડ, શ્રદ્ધાંજલિ કાર્ડ, પ્રાર્થના સભા, પાણીઢોળ વિધિ, શ્રાદ્ધ વિધિ કાર્ડ. અંતિમ યાત્રા કાર્ડ અને શોક સભા કાર્ડ બનાવી શકો છો. એપને ખુબ જ સરળ રીતે બનાવવામાં આવી છે, જેનો ઉપયોગ પણ આસાન છે.

આના માટે ફક્ત એપ પર લોગીન કરીને તમારે કોઈ સારુ ટેમ્પ્લેટ પસંદ કરવાનું છે. તેમાં મૃતક વ્યક્તિનો ફોટો તથા તેના વિશેની બધી માહિતી અને તારીખ લગાવવાની છે. ત્યારબાદ તમારું આમંત્રણ કાર્ડ તૈયાર થઇ જાય છે.

અવસાન નોંધ બેસણું કાર્ડ મેકર

પહેલાના સમયમાં શ્રદ્ધાંજલિ અથવા બેસણા અંગેના આમંત્રણ કાર્ડ છપાવવા માટે બહાર જવું પડતું હતું પરંતુ શ્રદ્ધાંજલિ કાર્ડ મેકર એપ દ્વારા તમે ઘરે બેસીને તમારી પસંદગીનું કાર્ડ બનાવી શકો છો, એ પણ અમુક સરળ સ્ટેપ્સ ફોલો કરીને.

ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ્લિકેશન સરળતાથી મળી જશે બસ તમારે શ્રદ્ધાંજલિ કાર્ડ મેકર સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ આ એપને તમે તમારા મોબાઈલ, કમ્પ્યુટર અથવા લેપટોપમાં ઇન્સટોલ કરી શકો છો.

આજના ડિજિટલ યુગમાં શ્રદ્ધાંજલિ કાર્ડ બનાવવાની પ્રક્રિયા અત્યંત સરળ અને સુવિધાજનક બની ગઈ છે. જો તમે તમારા પ્રિયજનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માટે ડિજિટલ શ્રદ્ધાંજલિ કાર્ડ (Shradhanjali Card) બનાવવા માંગો છો, તો આ એપ ઇન્સટોલ કરો.

આના દ્વારા ફક્ત કેટલાક જ ક્લિક્સમાં સુંદર શ્રદ્ધાંજલિ કાર્ડ બનાવી શકો છો. આ એપ્લિકેશન્સમાં પૂર્વ-ડિઝાઇન કરેલા ટેમ્પલેટ્સ, કસ્ટમ ટેક્સ્ટ ઍડિટિંગ અને ફોટો અપલોડ કરવાની સુવિધા હોય છે, તેમાં તમે વ્યક્તિગત સ્પર્શ ઉમેરી શકો છો.

શ્રદ્ધાંજલિ કાર્ડ મેકર એપનો ઉપયોગ

શ્રદ્ધાંજલિ કાર્ડ મેકર એપ્લિકેશન વર્તમાન સમયમાં લોકપ્રિય બની રહી છે, જે લોકોને તેમના પ્રિયજનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવાની સરળ રીત પ્રદાન કરે છે. આ એપ્લિકેશન્સ દ્વારા ફક્ત કેટલાક જ સરળ સ્ટેપ્સમાં સુંદર અને વ્યક્તિગત શ્રદ્ધાંજલિ કાર્ડ બનાવી શકાય છે.

એપ્લિકેશન ડાઉનલોડ કરો

  • ગૂગલ પ્લે સ્ટોર પર જઈને શ્રદ્ધાંજલિ એપ મેકર સર્ચ કરો.
  • આની યોગ્ય એપ મળે ત્યારબાદ તેને ઇન્સ્ટોલ કરો.

એપ્લિકેશનમાં લોગીન કરો

  • સૌપ્રથમ તમારે ગૂગલ એકાઉન્ટ અથવા તમારી વિગતો દ્વારા એપ્લિકેશનમાં લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ એપ્લિકેશનમાં તમારા નામનું એક વ્યક્તિગત એકાઉન્ટ બનાવવાનું છે.

શ્રદ્ધાંજલિ કાર્ડ બનાવો

  • ટેમ્પલેટ પસંદ કરો અને ધાર્મિક, સાદા અથવા ફેન્સી ડિઝાઇનમાંથી યોગ્ય ટેમ્પ્લેટની પસંદગી કરો.
  • ત્યારબાદ ત્યાં ફોટોનું ઓપ્શન હશે તેમાં ક્લિક કરીને મૃતક વ્યક્તિને ફોટો અપલોડ કરો.

ટેક્સ્ટ ઍડ કરો

  • એડીટમાં જઈને નામ, જન્મ-મૃત્યુની તારીખ મૃતક વ્યક્તિની માહિતી અનુસાર લગાવો.
  • ભાવપૂર્ણ સંદેશ લગાવો (જેમ કે, “તમારી યાદ અમારા હૃદયમાં સદાય જીવંત રહેશે…”)

કસ્ટમાઇઝ કરો

  • તમે ઈચ્છો તો ફોન્ટ, રંગ અને બૅકગ્રાઉન્ડ બદલી શકો છો.
  • આ સિવાય ફોટાની સાઈઝને ટેમ્પ્લેટ અનુસાર એડજસ્ટ કરી શકાય છે.

કાર્ડ સેવ/ડાઉનલોડ કરો

  • પીડીએફ અથવા ઇમેજ ફોર્મેટમાં સેવ કરો.
  • પ્રિન્ટ કરવા માટે ડાઉનલોડ કરો અથવા ડિજિટલી શેર કરો.

શ્રદ્ધાંજલિ કાર્ડ શેર કરો

  • વોટ્સઍપ/ફેસબુક પર પરિવાર અને મિત્રો સાથે શેર કરો.
  • આને ઓફલાઈન છપાવનીને પણ પ્રસિદ્ધ કરી શકાય છે.

ફક્ત આ એપ્લિકેશન દ્વારા જ નહીં પણ કૅનવા જેવી ફોટો, વિડિઓ એડિટર એપ દ્વારા પણ તમે સરળતાથી ટેમ્પ્લેટ પસંદ કરીને શ્રદ્ધાંજલિ કાર્ડ બનાવી શકો છો.

શ્રદ્ધાંજલિ કાર્ડમાં શું શામેલ કરવું

ઘણા લોકોને એ સવાલ છે કે શ્રદ્ધાંજલિ કાર્ડ બનાવતી વખતે તેમાં શું શું માહિતી શામેલ કરવી જોઈએ. તેથી અમે નીચે તેની બધી જાણકારી દર્શાવી છે. આને તમે બેસણાના કાર્ડમાં લગાવીને એક સચોટ કાર્ડ તૈયાર કરી શકો છો.

  • મૃત વ્યક્તિનું નામ અને ફોટો
  • જન્મ અને અવસાન તારીખ
  • ભાવપૂર્ણ સંદેશ અથવા કવિતા
  • પરિવારના સભ્યોના નામ
  • ધાર્મિક પ્રતીકો (જો ઇચ્છિતા હોય તો)

શ્રદ્ધાંજલિ કાર્ડ બનાવવાના ફાયદા

પહેલા લોકો બેસનનું કાર્ડ છપાવવા માટે પ્રકાશક પાસે જતા હતા ત્યારે તેમનો સમય અને ખર્ચ બંને ઉપયોગ થતો હતો. પરંતુ આજના ડિજિટલ યુગમાં તમે ઘરે બેઠા કોઈ પણ પ્રકારનું કાર્ડ તૈયાર કરી શકો છો.

આ કાર્ડને તૈયાર કરવા માટે શ્રદ્ધાંજલિ કાર્ડ મેકર એપની જરૂર પડે છે. આ એપ દ્વારા બનતા કાર્ડના ફાયદા નીચે અનુસાર છે.

સમય અને શ્રમની બચત

  • ઓનલાઈન શ્રદ્ધાંજલિ કાર્ડ બનાવવાથી દુકાનો પર જવાની અથવા હસ્તથી કાર્ડ લખવાની જરૂરિયાત દૂર થાય છે.
  • ફક્ત કેટલાક મિનિટોમાં જ સુંદર કાર્ડ તૈયાર કરી શકાય છે.

ખર્ચ વગરની સુવિધા

  • મોટાભાગની શ્રદ્ધાંજલિ કાર્ડ મેકર એપ્લિકેશન્સ નિઃશુલ્ક છે.
  • પારંપરિક કાર્ડ કરતાં ડિજિટલ કાર્ડ વધુ ઓછા ખર્ચાળ છે.

વ્યક્તિગત સ્પર્શ

  • મૃત વ્યક્તિના ફોટો, પ્રિય સંદેશો અને યાદગાર તારીખો સાથે કસ્ટમાઇઝ કરી શકાય છે.
  • ધાર્મિક ચિહ્નો, કવિતાઓ અથવા ભાવપૂર્ણ શબ્દો ઉમેરી શકાય છે.

સરળ શેરિંગ

  • તૈયાર કાર્ડને વોટ્સઍપ, ફેસબુક, ઇમેઇલ અથવા અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી શેર કરી શકાય છે.
  • દૂર રહેલા સગાં-સંબંધીઓ સાથે પણ સહેલાઈથી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી શકાય છે.

ટકાઉ સંસ્મરણ

  • ડિજિટલ કાર્ડને લાંબા સમય સુધી સાચવી શકાય છે.
  • પ્રિન્ટ કરીને યાદગાર તરીકે સંગ્રહિત કરી શકાય છે.

પર્યાવરણ માટે અનુકૂળ

  • કાગળની બચત થાય છે, જે પર્યાવરણને લાભદાયી છે.
  • ડિજિટલ રીતે કાર્ડ બધા સુધી પહોંચાડી શકાય છે.

24/7 સુવિધા

  • કોઈપણ સમયે અને કોઈપણ સ્થળેથી શ્રદ્ધાંજલિ કાર્ડ બનાવી શકાય છે.
  • તમારા સમય અને રૂપિયાની બચત પણ આના દ્વારા થઇ શકે છે.

ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ

એપના વપરાશ સમયે ધ્યાનમાં રાખવાની બાબતો

સામાન્ય રીતે જોતા આ એપ બિલકુલ સુરક્ષિત ગણાય છે. છત્તા પણ અમુક બાબતો ધ્યાનમાં રાખવાથી આનો ઉપયોગ વધુ સુરક્ષિત રીતે કરી શકો છો. આ અંગેની સંપૂર્ણ માહિતી તમે નીચે અનુસાર જોઈ શકો છો.

  • હંમેશા ઓફિસિયલ એપ્લિકેશન્સ અથવા વિશ્વસનીય સ્ત્રોતોનો ઉપયોગ કરો.
  • વ્યક્તિગત માહિતી શેર કરતા પહેલા એપ્લિકેશનની પ્રાઈવસી પોલિસી તપાસો.
  • કાર્ડ સેવ કરતા પહેલા પ્રિવ્યુ જરૂરથી જુઓ.

તમારી વ્યક્તિગત માહિતી એપમાં અલાઉ કરતા પેહલા તેના નિયમોને સ્પષ્ટ રીતે વાંચવા જોઈએ ત્યારબાદ તમે આનો ઉપયોગ સરળ રીતે કરી શકો છો.

સવાલ જવાબ (FAQS)

ઘણા લોકોને અવસાન નોંધ માટે ઉપયોગમાં લેવાતી શ્રદ્ધાંજલિ કાર્ડ મેકર એપને લઈને પ્રશ્નો છે. તેમાંથી પુછાતા મુખ્ય સવાલોના જવાબ અહીં રજૂ કરવામાં આવેલ છે.

(1) શ્રદ્ધાંજલિ કાર્ડ મેકર એપનો ઉપયોગ શું છે?

મરણને લગતી કોઈ પણ વિધિ માટે આમંત્રણ કાર્ડની જરૂર પડતી હોય છે. આ કાર્ડને બનાવવા માટે શ્રદ્ધાંજલિ કાર્ડ મેકર એપનો ઉપયોગ કરવામાં આવે છે.

(2) શ્રદ્ધાંજલિ કાર્ડને કઈ ફાઇલ ફોર્મેટમાં સેવ કરી શકાય?

તમે PDF, JPEG, PNG અથવા ઇમેજ ફોર્મેટમાં કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય શ્રદ્ધાંજલિ વિડિઓ પણ બનાવી શકાય છે.

(3) બેસણાનું કાર્ડ બનાવવા માટે શું શું ઉપયોગી છે?

બેસણા અંગેનું કાર્ડ બનાવવા માટે મૃતક વ્યક્તિનું નામ, ફોટો, જન્મ અને મરણ તારીખ, શ્રદ્ધાંજલિ સંદેશ ઉપયોગી ગણાય છે.

(4) શું શ્રદ્ધાંજલિ કાર્ડમાં ધાર્મિક ચિહ્નો ઉમેરી શકાય છે?

હા, તમે ઓમ, સ્વસ્તિક, ખ્રિસ્તી ક્રોસ, અથવા અન્ય ધાર્મિક પ્રતીકો ઍડ કરી શકો છો.

(5) શ્રદ્ધાંજલિ કાર્ડ બનાવવા માટેની એપ ક્યાંથી ડાઉનલોડ કરી શકાય છે?

શ્રદ્ધાંજલિ કાર્ડ મેકર એપને તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકો છો.

આશા કરુ છુ શ્રદ્ધાંજલિ કાર્ડ મેકર ઓનલાઇન વિશેની તમામ જાણકારી સારી રીતે આપી શકી છુ. તો મળીએ આવી જ એક નવી પોસ્ટમાં નવી જાણકારી સાથે ત્યાં સુધી ટેક કેયર.

We will be happy to hear your thoughts

Leave a reply

Shradhanjal
Logo